Installation Completed

Your app has been installed successfully.

190) ગુજરાતી પરંપરાગત લગ્ન-પદ્ધતિ  // Traditional Gujarati Wedding Ceremony : 

ગુજરાતી પરંપરાગત લગ્ન-પદ્ધતિ 
// Traditional Gujarati Wedding Ceremony : 

વિશ્વ ની સૌથી સમૃદ્ધ, એવી, ગુજરાતી પરંપરાગત લગ્ન-પધ્ધતિ, ખુબજ રસપ્રદ, ભાવનાત્મક, ધાર્મિક, સંસ્કારમયિ,  મનોરંજક, આનંદ-દાયક, અને શાસ્તરોક્ત વિધિ-વિધાન યુક્ત હોય છે. 

આજે આપણે જોઈશું Traditional Gujarati Wedding Ceremony ના કેટલાક મુખ્ય દ્રશ્ય. 

ચાંદલો - માટલી અને ગોળ ધાણા : વરરાજા જ્યારે જાન લઈને કન્યા પક્ષ ને ત્યાં, પ્રસ્થાન કરે છે, ત્યારે, થતી વિધિ. જેમાં લગ્નની ઔપચારિક મંજૂરી હોય છે. જેમાં ગોર મહારાજ દ્વારા, વરરાજાના કપાળ પર ચાંદલો કરવામાં આવે છે અને જાનૈયાઓમા મીઠાઈ (ગોળ-ધાણા) વહેંચવામાં આવે છે. વાહન ની પણ પૂજા કરવામા આવે છે. અને પછી જાન પ્રસ્થાન થાય છે.

મંડપ મુહૂર્ત - ભૂમિ પૂજન : કન્યાપક્ષ ને ત્યાં, જે સ્થાન ઉપર લગ્ન-મંડપ ની ભૂમિ છે તે ખુબજ પવિત્ર હોય છે. આથીજ સૌપ્રથમ તે ભૂમિ નું પૂજન કરવામાં આવે છે. તથા મંડપ મા ગોર મહારાજ બંને પક્ષ ના વડીલો ને હસ્ત-મેળાપ નું મુહૂર્ત (સમય) અગાઉ થી જાણ કરે છે. 

ગણેશ પૂજા : પછી આપણા ગોર મહારાજ, લગ્નના તમામ કાર્યો નિર્વિઘ્ને પાર પડે તે માટે, શાસ્તરોક્ત વિધિ મુંજબ, ભગવાન શ્રી ગણેશની પૂજા કરે છે .

ગ્રહ શાંતિ : પછી ગોર મહારાજ, ગ્રહ-શાંતિ, અથવા, નવગ્રહ શાંતિ કરે છે. આ શાસ્તરોક્ત પૂજા, નવદંપતીના જીવનમાં સુખી, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા લાવવા માટે કરવામાં આવતો પવિત્ર યજ્ઞ (હવન).

મહેંદી : કન્યાના હાથ અને પગમાં સુંદર મહેંદી મૂકવાની વિધિ. જેનાથી કન્યા ની સુંદરતા મા વધારો થાય છે.  ઘર ની બધીજ બેનો - સ્ત્રીઓ ભેગા થઈને એકબીજાને મહેંદી મૂકે છે. 

મામેરું / મોસાળું : કન્યાના મામા તેને લગ્નની ભેટ આપે છે, જેમાં પાનેતર (લગ્નની સાડી), ચૂડો અને ઘરેણાં સામેલ હોય છે.

પીઠી (હળદર) : વર અને કન્યાના ચહેરા પર નિખાર લાવવા અને શુદ્ધિકરણ માટે હળદર અને ચંદનનો લેપ લગાવવામાં આવે છે.

ગરબા અને સંગીત સંધ્યા : બંને પરિવારો ભેગા મળીને ગરબા અને દાંડિયા રાસ રમીને આવનારા લગ્નની ધામધૂમથી ઉજવણી કરે છે.

 મુખ્ય લગ્ન વિધિ ની શરૂવાત

જાન આગમન - પોંખવું - કાકીકલવો : કન્યા પક્ષ ને ત્યાં, વરરાજા જાન લઈને આવે છે. સાસુ તેમની આરતી ઉતારીને સ્વાગત કરે છે. અને પછી જાન ને આરામ માટે, ઉતારો આપવામાં આવે છે. ત્યાં કન્યા ની કાકી આવીને વર ની આરતી ઉતારે છે અને મજાકમાં તેમનું નાક ખેંચવાનો પ્રયાસ કરે છે (જેને પોંખવું કહેવાય છે). વર અને વરપક્ષ ની ધીરજ, શિષ્ટાચાર, ભદ્રતા, અને સહિષ્ણુતા ની પરીક્ષા થાય છે. તથા પછી કન્યા ની કાકી વાર નું મોઢું મીઠુ કરે છે. ગુજરાતીમાં "કાકી કલવો" (Kaki Kalvo) એ મુખ્યત્વે લગ્ન પ્રસંગે (wedding occasions) થતી એક પરંપરા અને તે દરમિયાન આપવામાં આવતી મીઠાઈ સાથે જોડાયેલો શબ્દ છે!

કાકી - કલવો : "કલવો" આ શબ્દનો સાદો અર્થ 'કોળિયો' અથવા ભોજન થાય છે. લગ્ન પ્રસંગે પરંપરાગત રીતે, જ્યારે વરરાજા જાન લઈને નીકળે અથવા પરણવા માટે તૈયાર થાય તે પહેલાં, કન્યા પક્ષ (કન્યાના ઘરના લોકો) દ્વારા વરરાજાને મોકલાતા ખાસ કાચા કંસાર અથવા મીઠાઈને "કલવો" કહેવામાં આવે છે. જાન આવે, ઉતારો અપાય પછી, વરરાજાને મોકલવામાં આવતો આ 'કલવો' (કંસાર કે શુકનનું જમણ) કન્યા ની કાકી દ્વારા ખાસ શણગારેલી થાળી અથવા વાસણમાં લઈને જવામાં આવે છે. આ પરંપરામાં કન્યા ની કાકી વરરાજાને જમાડે છે અથવા શુકનનો કોળિયો ખવડાવે છે, જે વર અને કન્યા પક્ષ વચ્ચેના સ્નેહ, સન્માન અને પ્રેમનું પ્રતીક છે. આ ઉપરાંત, ઘણા લગ્ન સંસ્કારો (જેમ કે પીઠી ચોળવી) માં પણ કાકી (Paternal uncle's wife) મુખ્ય ભૂમિકા ભજવે છે.

જયમાળા : વર-કન્યા એકબીજાને ફૂલોની માળા પહેરાવે છે, જે અગ્નિ-દેવ, ગોર મહારાજ તથા ઉપસ્થિત વડીલો સગા સંબંધીઓ ની ની સાક્ષી મા, પરસ્પર આદર અને સ્વીકૃતિ દર્શાવે છે.

મધુપર્ક : લગ્નમંડપ મા લગ્ન-ગ્રંથિ થી જોડાયા પછી, વરરાજા વિષ્ણુ સ્વરૂપ કહેવાય છે, અને કન્યા લક્ષ્મી સ્વરૂપ કહેવાય છે. એટલેજ, કન્યાના પિતા વરરાજાના પગ ધોઈને તેમને મધ અને દૂધથી બનેલું પંચામૃત આપે છે. (આ જ સમયે કન્યાની બહેનો વર ના પગરખાં છુપાવવાની રસમ પણ કરે છે. જે એક મનોરંજક ક્ષણ સાથે, કન્યા ની બહેનો ને બધાની સમક્ષ ઉપસ્થિત થવાનો અવસર પ્રદાન કરે છે. અને તેથી, વડીલો, ભવિષ્ય ના વિવાહ ગોઠવણ ની યોજના બનાવે છે).

કન્યાદાન : કન્યાના માતા-પિતા વિધિપૂર્વક પોતાની દીકરીની જવાબદારી વરરાજાને સોંપે છે.

હસ્તમેળાપ : ઘર ની બહેનો મંગાળાષ્ટક ગાય છે અને કન્યા ના મામાં - કાકા - સંબંધી, કન્યા ને પાલખી મા મંડપ સુધી વાજતે ગાજતે લાવિને બેસાડે છે. અને પછી મંત્રોચ્ચાર વચ્ચે વર-કન્યાના હાથ ભેગા કરવામાં આવે છે અને તેમના વસ્ત્રોના છેડા બાંધવામાં (છેડા-છેડી) આવે છે.

સિંદૂર અને મંગળસૂત્ર : વરરાજા કન્યાની માંગમાં સિંદૂર પૂરે છે અને તેના ગળામાં પવિત્ર મંગળસૂત્ર પહેરાવે છે. જીવન ભર એકબીજાનો સાથ નિભાવવા માટેનું વચન આપે છે. 

ચાર - મંગળફેરા : વર અને કન્યા પવિત્ર અગ્નિની ફરતે ચાર ફેરા ફરે છે, જે જીવનના ચાર લક્ષ્યો (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ) નું પ્રતીક છે.

સપ્ત-પગલાં અથવા સપ્તપદી : નવ-વિવાહિત દંપતી એકબીજાનો હાથપકડીને, સાથે મળીને, પોતાના માતા-પિતા - વડીલો ની દિશા મા, તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ પ્રાપ્તિ માટે, સાત પગલાં ચાલે છે, જે લગ્નના સાત પવિત્ર વચનોનું પ્રતીક છે. 

વડીલો, પિતૃઓ, અને કુળદેવીના આશીર્વાદ : લગ્ન કર્યા પછી, નવ વિવાહિત દંપતી ઉપસ્થિત વડીલો ના ચરણ-સ્પર્શ કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. પોતાના કુળદેવી ના મંદિરે જઈને, સુખી દાપત્યજીવન માટે, તેમના તથા પોતાના પિતૃઓ ના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. 

વિદાય : આ એક ભાવનાત્મક ક્ષણ છે, જ્યાં કન્યા પોતાના પરિવારની વિદાય લઈને પતિ સાથે નવા જીવનની શરૂઆત કરવા સાસરે જાય છે.

--- અનેક શુભકામનાઓ 
Bhudev Network Team 
(અમદાવાદ | વડોદરા | રાજકોટ)

Enquire Now