Ans : આજના સમય માં કાર્ય-સફળતા માટે, Success માટે, દરેક કાર્ય, પદ્ધતિસર અને Planning & Structure પ્રમાણે કરવું પડે છે. ભણતર હોય, Job હોય, વિદેશ-ગમન હોય, Buiness હોય, કે Vivah - લગ્ન નું કાર્ય હોય.
Proper & Correct પ્રોસેસ ફોલો કરીયે તોજ સફળતા મળે છે. Vivah- લગ્ન ના કાર્ય મા પણ સફળતા મેળવવા માટે આ Process અવશ્ય ફોલો કરશો :
(Step-1) સારા બાયોડેટા મેળવો : સારી ગવર્નમેન્ટ રેજિસ્ટ્રેશન વાળી બ્રાહ્મણ સંસ્થા ની વેબસાઈટ, બુકલેટ, અથવા PDF માંથી વેરીફાઈડ બાયોડેટા મેળવો. દરેક ભૂદેવ પસંદગી સંમેલન મા અવશ્ય રેજિસ્ટ્રેશન કરાવીને ભાગ લો. સ્ટેજ ઉપર આવીને પોતાનો પરિચય આપો. આ એક શુભ કાર્ય છે, પોતાનો જીવન-સાથી શોધવાનો છે, પોતાનું જીવન નું જાતેજ ઘડતર કરવાનું છે. આ શુભ કાર્ય માં શરમ કે ડર કે સંકોચ રાખશો નહિ. નહિ તો મોટી ઉંમરે પસ્તાવો થશે.
(Step-2) મેચિંગ બાયોડેટા ને કોન્ટેક્ટ કરો : જે બાયોડેટા મેચ થાય, તેમને તમે પ્રથમ મેસેજ થી અને જરૂર પડે તો પછી ફોન થી કોન્ટેક્ટ કરો. સામેથી મેસેજ કે ફોન આવે તોજ અમે વાત કરીશું એવી રાહ ના જોવો. એક બીજાને મેસેજ થી, હા / ના નો જે પણ તમારો જવાબ હોય તે સ્પષ્ટ આપી દો. સ્પષ્ટ જવાબ આપવામાં સંકોચ કે આળસ નહિ રાખો. સતત Active રહો.
(Step-3) મિટિંગ નો આગ્રહ રાખો : મિટિંગ થશે તોજ આગળ વાત વધશે. એટલે Positive Frame of Mind (સકારાત્મક અભિગમ) રાખીને મિટિંગ માટે હા પાડો, મિટિંગ કરો. મિટિંગ મા આળસ નહિ કરો. મિટિંગ પછી ભલે અનુકૂળતા ના હોય તો ના પાડો. પણ મિટિંગ નો ચોક્કસ આગ્રહ રાખો. અનુકૂળતા હોય તો 1 - 2 - 3 Meeting પછી નક્કી કરો. અનુકૂળતા ના હોય તો સમયસર સમ સામે ના પાડી દો. સામે કોઈને ખોટી રાહ ના જોવડાવો. નય તો તમારે પણ રાહ જોવાનો ક્યારેક વારો આવશે.
(Step-4) ઉંમર વીતી જાય તે પહેલા નક્કી કરો : જેટલું લેટ કરશો, અને ઉંમર વધતી જશે, તેટલું વધુ let-go અને compromise કરવું પડશે. એટલે બઉ લેટ થઇ જાય તે પહેલા સારુ પાત્ર જોઈને નક્કી કરો. સારુ પાત્ર હાથ માંથી જતું નહિ કરો. જે પાત્ર ને તમે હા પાડશો, તે પાત્ર ઈશ્વર ઍ તમારા માટેજ નિર્મિત કર્યું છે, તે તમારા માટે બેસ્ટજ છે અને એટલેજ તમે હા પડી છે. આવું માની ને આગળ વધો અને પોતાના સુખી લગ્ન-જીવન નું જાતેજ ઘડતર કરો.
(Step-5) કુળદેવી તથા વડીલો ના આશીર્વાદ સાથે આગળ વધો : Parents to Parents વાતચિત્ કરો. આપણા વડીલો ને સાથે રાખો. અને આ શુભકાર્ય માં જ્યાં સુધી સફળતા ના મળે ત્યાં સુધી સતત પ્રયત્ન અને મેહનત કરો. આ કાર્ય માં ઘર ના વડીલો નો સાથ સહકાર અને આશીર્વાદ હોય તો આ શુભ કાર્ય વધુ સારી રીતે સંપન્ન થશે.
Best Wishes.. ✨
BhudevNetworkVivah.com
NRI.BhudevNetworkVivah.com
Doctor.BhudevNetworkVivah.com
Masters.BhudevNetworkVivah.com
Mumbai.BhudevNetworkVivah.com
Amdavad.BhudevNetworkVivah.com