Installation Completed

Your app has been installed successfully.

Home Back Login Register
Back

196) અરેન્જ મેરેજ  Vs  લવ મેરેજ

અરેન્જ મેરેજ  Vs  લવ મેરેજ
(Arrange Marriage Vs Love Marriage)
~~~~~~~~~~~~~~

અરેન્જ મેરેજ વધુ સારુ ?
   કે 
લવ મેરેજ વધુ સારુ ? 

સમાજ મા આ ડિબેટ વર્ષો થી ચાલે છે. તો ચાલો આજે આપણે આ મહત્વ ના વિષય ઉપર ભૂદેવ મેટ્રિમોની પ્લેટફોર્મ ઉપર વાત કરીયે  :

➡️ અરેન્જ મેરેજ  :-
(Arrange Marriage)

* અરેન્જ મેરેજ (લગ્ન-મેળાપક સંસ્કાર) એ માત્ર એક શબ્દ નથી. દરેક ના જીવન નો આ ખુબજ મહત્વ નો વિષય છે. જેને દરેક એ ખુબજ ગંભીરતાથી, રસપૂર્વક, તથા આનંદપુર્વક લેવો જોઈએ. 

* લગ્ન - વિવાહ સંસ્કાર (અરેન્જ મેરેજ) એ, સનાતન હિન્દૂ સંસ્કૃતિ મા સોળ-સંસ્કાર પૈકી નો એક ખુબજ મહત્વ નો સંસ્કાર છે. જેમાં યુવક - યુવતી વચ્ચે અનેક બાબતો ગોઠવવા મા આવે છે (એટલે કે અરેન્જ કરવામાં આવે છે). 

* અરેન્જ મેરેજ મા યુવક-યુવતી નો બાયોડેટા - ગુણ - યોગ્યતા - પસંદગી - મિટિંગ - મનમેળ - જ્યોતિષ, વગેરે ના આધારે અનેક - અનેક વાતો નું *મેળાપક - ગોઠવણી કરવાની હોય છે (અરેન્જ કરવાનું હોય છે)*. આથી આપણે આ લગ્ન-પદ્ધતિ ને અરેન્જ મેરેજ કહિયે છે. 

* અનેક બાબતો ને આધાર રાખીને યુવક - યુવતી ના પૅરેન્ટ્સ, વડીલો, સગા-સંબંધીઓ, ગોર મહારાજ તથા સમાજ સાથે મળીને ખુબજ ધ્યાન પૂર્વક, યુવક - યુવતી ના અનેક પ્રકાર ના ગુણ-અવગુણ, દેખાવ, ભણતર, આવક, ચોઈસ, યોગ્યતા, બંને ના જન્માક્ષર, ગ્રહ-યોગો, નાડી - ગોત્ર, શનિ - મંગળ, 36 ગુણાંક, વગેરે લગભગ 12-15-25 થી વધુ પોઇન્ટ નું ઝીણવટ-પૂર્વક ગહન અધ્યયન અને અવલોકન કરે છે, પોતાનો બાહોળો અનુભવ નો ઉપયોગ કરે છે, તથા એક શુભ જોડું બનાવે છે. જે પોતાના લગ્ન-જીવન મા સારુ સ્વાસ્થ્ય - સુખ - શાંતિ - સમૃદ્ધિ - સંતતી - સંતોષ મેળવીને પોતાનું જીવન સાર્થક બનાવે છે. અને આમ સમાજ મા એક સારુ જોડું બને તો સમાજ આગળ વધે. 

* સાચી રીતે જો અરેન્જ મેરેજ કરવામાં આવે તો જીવન મા ચોક્કસ સારુ સ્વાસ્થ્ય - સુખ - શાંતિ - સમૃદ્ધિ - સંતતી અને સંતોષ મેળવી શકાય છે. 

* આપણા શાસ્ત્રો મુજબ, વિવાહ - લગ્ન - મેરેજ એ, ભૌતિક વિષય કરતા 10 ઘણો વધુ આધ્યાત્મિક વિષય છે. જો જીવન મા સાચું સુખ - શાંતિ - સમૃદ્ધિ - સંતોષ મેળવવો હોય તો વેદોક્ત - શાસ્ત્રોત પદ્ધતિ મુજબ, સારો એવો સમય આપીને અરેન્જ મેરેજ કરીયે તો એ શ્રેષ્ઠતમ છે. 

➡️ લવ - મેરેજ : 
(Love Marriage)

* લવ મેરેજ (ગુજરાતી મા પ્રેમ-લગ્ન કહેવાય છે) એક મૃગ-તૃષ્ણા સમાન વિષય છે. અત્યારે સાચો પ્રેમ ક્યાં જોવા મળે છે ? 

* આજના સમય મા, લવ મેરેજ 75% નિષ્ફળ જાય છે. કારણ કે પ્રથમ તો સાચો પ્રેમ હોતોજ નથી. તે માત્ર એક શારીરિક આકર્ષણ હોય છે. અને તે અમુક સમય પછી ઓછું થઇ જાય છે. 

* લવ-મેરેજ ના નામ ઉપર માત્ર જુવાની નું આકર્ષણ હોય છે. પ્રલોભનો હોય છે. દેખા-દેખી હોય છે. 

* આજકાલ ના પ્રેમ-સંબંધો મા માત્ર ને માત્ર શારીરિક દેખાવ નું આકર્ષણ - ભ્રામક મેકઅપ વાળું આકર્ષણ - પૈસો - મોંઘી ગાડી - બંગલો - મોભો - દેખાડો - સ્વાર્થ વધુ હોય છે. ઘણી વખત લવ-જિહાદ અને છેતરપિંડી માટે પણ લવ-મેરેજ થતા હોય છે. 

* માત્ર આ બધી ભૌતિક વાતોથી લગ્ન જીવન મા સફળતા - સુખ - શાંતિ - સંમૃદ્ધિ, સંતોષ મળતો નથી. 

* જન્મ - લગ્ન - મરણ, જીવન ની આ 3 મુખ્ય બાબતો વ્યક્તિ ના પૂર્વ-જન્મ ના સારા - નરસા કર્મો, કર્મો ને આધીન હોય છે. 

* છતાં કર્મ મહાન છે. આજનું સારુ કર્મ ભવિષ્ય ને પણ બદલી શકે છે. આ જન્મ મા સારી સંસ્થા, પૅરેન્ટ્સ અને વડીલો દ્વારા *અરેન્જ-મેરેજ* કરાવવામાં આવે તો ચોક્કસ સફળતા પૂર્વક સુખી લગ્ન - જીવન પ્રાપ્ત થાય છે. કુટુંબ - પરિવાર - સમાજ ને ખુબજ સારો લાભ થાય છે. 

--- Bhudev Matrimony 
BhudevNetworkVivah.com
NRI.BhudevNetworkVivah.com
BhudevNetwork.com

Enquire Now