Installation Completed

Your app has been installed successfully.

194) ~ આજે ૧૧ જુલાઈ, ૨૦૨૬, શનિવાર ~  આજે એકાદશી (અગિયારસ) છે. 

~ આજે ૧૧ જુલાઈ, ૨૦૨૬, શનિવાર ~ 
આજે એકાદશી (અગિયારસ) છે. 
આજની એકાદશી, યોગીની એકાદશી પણ કહેવાય છે. 

સનાતન હિન્દુ પંચાંગ અનુસાર આજે આષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી છે, જેને 'યોગિની એકાદશી' તરીકે ઓળખવામાં આવે છે.

​યોગિની એકાદશીનું મહત્વ : 

આપણા સનાતન ​હિન્દુ ધર્મમાં દરેક એકાદશીનું પોતાનું વિશેષ મહત્વ છે, પરંતુ યોગિની એકાદશીને ખૂબ જ કલ્યાણકારી અને અતિશુભ માનવામાં આવે છે. 

યોગીની એકાદશીના મહત્વના મુખ્ય પાસાઓ નીચે મુજબ છે:

* શુભ કાર્ય ની શરૂવાત : ઘર નું કોઈ પણ શુભ કાર્ય કે પ્રસંગ, કથા, હવન, યજ્ઞ, જનોઈ, લગ્ન વગેરે... કોઈ પણ મુહૂર્ત જોયા વગર, આજે કરી શકાય છે. અને આજે કરેલા જે-તે શુભ કાર્ય નું અવશ્ય શુભ ફળ મળે છે. 

* ​પાપમાંથી મુક્તિ : હજારો વર્ષો થી એવું માનવામાં આવે છે કે યોગિની એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના તમામ પાપ નષ્ટ થાય છે. અજાણતા કરેલા પાપોમાંથી મુક્તિ મેળવવા માટે આ એકાદશી આખા વર્ષ ની એકાદશીઓ મા સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

* ​ભગવાન વિષ્ણુની કૃપા: આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. જે ભક્તો સાચા મનથી આ દિવસે ઉપવાસ કરે છે, તેમના પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા વરસતી હોવાની માન્યતા છે.

* ​રોગ અને દુઃખમાંથી મુક્તિ: ધાર્મિક માન્યતાઓ મુજબ, યોગિની એકાદશીના વ્રતથી ભક્તોને શારીરિક કષ્ટો અને રોગોમાંથી રાહત મળે છે. ખાસ કરીને ચામડીના રોગો અથવા લાંબા સમયથી ચાલી આવતી માંદગીમાં આ વ્રત ખૂબ લાભદાયી માનવામાં આવે છે.

* ​પુણ્યનું ફળ: પુરાણોમાં ઉલ્લેખ છે કે યોગિની એકાદશીનું વ્રત કરવાથી, અને આજે માત્ર 1 કર્મનીષ્ઠ બ્રાહ્મણ ને દાન-પુણ્ય કરવાથી, ૮૮,૦૦૦ બ્રાહ્મણોને ભોજન કરાવ્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે.

* ​આધ્યાત્મિક ઉન્નતિ: આ વ્રત ભક્તોને આધ્યાત્મિક શાંતિ આપે છે અને મોક્ષની પ્રાપ્તિનો માર્ગ મોકળો કરે છે.

*આજનું એકાદશી વ્રત કરવાની રીત* : સવારે નિત્ય ક્રિયા કરીને શ્રી હરિ વિષ્ણુ ભગવાન તથા, માતા લક્ષ્મીજી ની પૂજા કરવી. વિષ્ણુ સહસ્ત્રાનામ સ્તોત્ર કરવાથી આજે ઉત્તમ ફળ મળે છે. એકટાણું કરવું અથવા આખો દિવસ અન્ન નો ત્યાગ કરવો. અથવા ફળ-આહાર કરવું. જેટલું શક્ય હોય. સત્યનિષ્ઠ અને કર્મનીષ્ઠ બ્રાહ્મણો ને દાન પુણ્ય કરવું. ગાયો ને ઘાસ ચારો આપવો. સાંજે ગણેશજી ની આરતી કે માતાજી ને આરતી કરવી અને ફળો નો પ્રસાદ વહેંચવો. આ રીતે વ્રત પૂરું કરવું. 

વ્રતનો મહિમા : 

✔️ ​આ દિવસે ભક્તો ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, દાન-પુણ્ય કરે છે અને જરૂરિયાતમંદોને મદદ કરે છે. 
✔️ એકાદશીનું વ્રત માત્ર અન્નનો ત્યાગ નથી, પરંતુ મન અને વિચારોની શુદ્ધિનો પણ તહેવાર છે.

​ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે તેવી પ્રાર્થના.

-- સંકલન by 
Bhudev Network Team
અમદાવાદ | વડોદરા | રાજકોટ

Enquire Now