Installation Completed

Your app has been installed successfully.

193) લગ્ન મા વિલંબ થવાના 21 કારણો  : 

લગ્ન મા વિલંબ થવાના 21 કારણો  : 

દરેક જ્ઞાતિ - સમાજ મા, લગ્ન વિલંબ ના અલગ-અલગ અનેક પ્રકાર ના કારણો હોઈ શકે છે. 

આપણા ગુજરાતી બ્રાહ્મણ - ભૂદેવ - સનાતન હિન્દૂ સમાજમાં લગ્નમાં વિલંબ થવા પાછળ આજના સમયમાં અનેક સામાજિક, વ્યક્તિગત અને જ્યોતિષીય કારણો જવાબદાર હોઈ શકે છે. જે નીચે મુજબ છે  : 

​વ્યક્તિગત અને કારકિર્દી સંબંધિત કારણો : 

​૧. શૈક્ષણિક કારણ : ઘણા ના જીવન મા ઉચ્ચશિક્ષણ (Post-graduation, PhD, વગેરે) ના મોહ ને લીધે (જેમા ઘણી વાર માત્ર દેખા-દેખી જવાબદાર હોય છે) લગ્ન વિવાહ કાર્ય ને પ્રધાન્ય આપી નથી શકાતું. આથી લગ્ન કાર્ય ને પૂરતો સમય નથી અપાતો અને તેથી લગ્ન મા વિલંબ થાય છે. 

૨. કરિયર પર વધુ ધ્યાન : પોતાની કારકિર્દીમાં સ્થિરતા મેળવવાની ઈચ્છા, ખાસ કરીને સ્ત્રીઓ અને પુરુષો બંનેમાં આર્થિક આત્મનિર્ભરતા મેળવવાની હોડ. સમયસર લગ્ન કરવાની બદલે, પોતાના કેરીઅર, આર્થિક સ્થિરતા, ઘર, ગાડી, બેન્ક બેલેન્સ આવી ભૌતિક વાતો ને વધુ પ્રાધાન્ય આપવું આ કારણો જવાબદાર હોય છે. 

૩. જીવનસાથી માટેના વધુ પડતા માપદંડો : પાર્ટનર કેવો હોવો જોઈએ (દેખાવ, પગાર, પરિવાર, ગાડી, બંગલો, શિક્ષણ, વ્યવસાય, સ્વભાવ) તેની ખૂબ જ ઊંચી અપેક્ષાઓ. ઘણી વાર પોતાની સાથે મેચિંગ થતું પાત્ર મળતું હોય છતાં, પોતાની યોગ્યતા કરતા અનેક ઘણું વધુ ચઢીયાતું પાત્ર માટે ની ભ્રામક તથા ગેરવ્યાજબી અપેક્ષાઓ જવાબદાર હોય છે. 

૪. આર્થિક અસ્થિરતા : ગાડી લેવી, ઘર ખરીદવું, દેવું પૂરું કરવું કે જોબ, વ્યવસાયમાં સ્થિરતા ન હોવી.

૫. લગ્ન પ્રત્યેનો અભિગમ: બદલાતી જીવનશૈલીને કારણે ઘણા લોકો લગ્નને 'જીવન જરૂરિયાત' કરતા 'વિકલ્પ ની પસંદગી' (option) તરીકે જોતા થયા છે.

૬. સ્વતંત્રતાની ઈચ્છા: લગ્ન બાદ પોતાની વ્યક્તિગત આઝાદી ગુમાવવાનો ડર.

૭. જવાબદારીઓનો બોજ : પરિવારમાં મોટી જવાબદારીઓ (જેમ કે ભાઈ-બહેનના શિક્ષણ કે લગ્ન) નિભાવવાના કારણે પોતાના લગ્ન પાછળ ઠેલાય છે.​ લગ્ન પછી પતિ/પત્ની , સાસુ સસરા, બાળકો ની જવાબદારી લેવી પડશે તેનો અણગમો કે ડર. 

સામાજિક અને પારિવારિક કારણો  : 

૮. યોગ્ય જીવનસાથી શોધવામાં મુશ્કેલી : શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક મેળ (Matchmaking) બેસાડવામાં આવતી મુશ્કેલીઓ.

૯. પારિવારિક અસંમતિ અને અસહકાર  : પરિવારની મરજી વિરુદ્ધના આંતર-જ્ઞાતિય પાત્રો સાથે લગ્ન ની માંગ. ઉમેદવાર દ્વારા, પોતાના સમાજ અને પરિવાર ને સમય ના આપવો અને પોતાના ફ્રેન્ડ સર્કલ ને વધુ સમય આપવો પણ એક કારણ છે. 

૧૦. જ્ઞાતિ-જાતિના બંધનો : પોતાનીજ જ્ઞાતિમાં કે પછી પોતાનીજ પેટા-જ્ઞાતિ મા લગ્ન કરવાનો આગ્રહ ને કારણે મર્યાદિત વિકલ્પો મળવા. વધુ વિકલ્પો માટે પછી યોગ્ય પ્રયાસ, પ્રયત્નો અને મેહનત નો અભાવ . 

૧૧. અગાઉના ખરાબ અનુભવો : ભૂતકાળમા પોતાના ઘર-પરિવાર, ફ્રેન્ડ-સર્કલ, સોશ્યિલ મીડિયા ના દાખલાઓ કે પોતાના ભાઈઓ-બેનો મા લગ્ન - રિલેશનશિપમાં મળેલી નિષ્ફળતા નો ડર.

૧૨. વધતી ઉંમરનો સંકોચ : લગ્નમાં મોડું થાય ત્યારે સામાજિક દબાણ વધે છે, માનસિક તાણ વધે છે, ઉત્સાહ ઘટે છે, જે ઘણીવાર પછી નિર્ણય લેવામાં મુશ્કેલી ઊભી કરે છે.

૧૩. બદલાતી સામાજિક માનસિકતા : આજના ઘણા યુવાનો - યુવતીઓ ને પાષચાત્ય સંસ્કૃતિ નું આંધળું અનુકરણ કરીને,'લિવ-ઈન રિલેશનશિપ' કે 'સિંગલ રહેવું' વધુ કમ્ફર્ટેબલ લાગે છે. જે આપણા સમાજ મા અયોગ્ય તથા અસ્વિકૃત માનવામાં આવે છે.

૧૪. આધુનિક જીવનશૈલી : કામના કલાકો અને સતત વ્યસ્ત રહેવાની જીવનશૈલીને લીધે નવા લોકોને મળવા કે પોતાના વિવાહ યોગ્ય પાત્ર ના સિલેક્શન અથવા મિટિંગ માટેનો સમય ન મળવો.

જ્યોતિષીય અને અન્ય માન્યતાઓ : 

૧૫. માંગલિક દોષ : કુંડળીમાં મંગળ દોષ હોવાને કારણે લગ્નમાં આવતી અવરોધોની અયોગ્ય અને ખોટી માન્યતાઓ.

૧૬. કુંડળીમાં ગ્રહોની નબળી સ્થિતિ : સપ્તમ ભાવ (વિવાહ લગ્ન  સ્થાન) કે સપ્તમેશ નબળો હોવો અથવા સપ્તમ સ્થાન ઉપર પાપ ગ્રહો, શત્રુ ગ્રહો ની ઉપસ્થિતિ, યુતિ, પ્રતીયુતી, દ્રષ્ટિ, કે અશુભ યોગ હોવો. 

૧૭. શનિ કે રાહુ-કેતુની અશુભ દશા : જ્યોતિષશાસ્ત્ર મુજબ આ ગ્રહોની પ્રતિકૂળતા લગ્નમાં વિલંબ લાવે છે.

૧૮. પિતૃ દોષ : જ્યોતિષીય માન્યતા મુજબ કુળદેવી કે પિતૃઓના આશીર્વાદનો અભાવ (કુંડળી મા પિતૃદોષ હોવો). આશીર્વાદ અને શ્રાપ છેવટે તો સારા - નરસા સ્પંદનો (vibrations) હોય છે, અને આપણે જાણીયે છે કે આખુ બ્રહ્માંડ છેવટે તો Energy Exchange તથા Energy Vibrations ના  Principles થીજ ચાલે છે. એટલે આપણી ઉપર આપણા વડીલો, ઈશ્વરીય કૃપા, ગ્રહો નું શુભત્વ,  શુભચિંતકો ની શુભકામનાઓ તથા કુળદેવી અને પિતૃઓ ની કૃપા - આશીર્વાદ આપણા જીવન મા સુખી, શાંતિ, સમૃદ્ધિ મા ખુબજ મોટી ભૂમિકા ભજવે છે. તે આજે Science, વિજ્ઞાન એ પણ સિદ્ધ કર્યું છે. 

૧૯. વિવાહ યોગનો અભાવ : ગ્રહોની ગોચર સ્થિતિ મુજબ જીવનમાં લગ્નનો યોગ્ય સમય હજુ ન આવવો.

૨૦. શુક્ર કે ગુરુ ગ્રહની નબળાઈ : સુખ અને લગ્ન માટે જવાબદાર આ 2 ગ્રહોના જન્માક્ષર અથવા ગોચર મા અશુભ સ્થિતિ અથવા પ્રભાવ.

૨૧. સામાન્ય નકારાત્મકતા : આત્મવિશ્વાસનો અભાવ કે લગ્ન થશે કે નહીં તેવી સતત ચિંતા અને નકારાત્મક માનસિક સ્થિતિ.

​નોંધ : આમાંથી ઘણા કારણો વ્યક્તિગત છે. આજકાલના સમયમાં લગ્નનું મોડું થવું એ માત્ર એક સમસ્યા નથી, પણ લોકોની વધતી જતી લગ્ન-વિષય ને લઈને ગેર-સમજણ, નિષ્કાળજી, જીવનજરૂરી આ વિષય ને પૂરતું પ્રાધન્ય ના આપવું, અવગણના અને ખોટી અયોગ્ય ભૌતિક અપેક્ષાઓ પણ છે. 

ઉપાય  : 
દૈનિક અથવા વ્યવસાયિક જીવન માથી સમયસર થોડો બ્રેક લઈને આ બધા કારણો માંથી તમને કેટલા કારણો લાગુ પડે છે તેનું વિશ્લેષણ કરીને, પોતાના પૅરેન્ટ્સ, વડીલો, યોગ્ય વ્યક્તિ કે સારી લગ્ન-સંસ્થા સાથે વાતચીત તથા તેના ઉપાયો વિષે અવલોકન કરીને તે ઉપાયો અમલ મા મુકવાથી તમને ચોક્કસ સારો લાભ થશે. યોગ્ય દિશા મા પ્રયત્ન તથા મહેનત નો પ્રથમ સ્ટેપ લેવાથીજ 50% સફળતા પ્રાપ્ત થઇ જાય છે. અને આમ એક એક સ્ટેપ લેવાથી જરૂરથી યોગ્ય પૂર્ણ સફળતા મળે છે. 

--- Bhudev Matrimony Team
(અમદાવાદ | વડોદરા | રાજકોટ)

Enquire Now