Vivah - લગ્ન માટેના ૭ મહત્વના પગલાં (સપ્તપદી) - 7 Steps :
(૧) બાયોડેટા : યોગ્ય બાયોડેટા મેળવવા.
(૨) પસંદગી : ગુણ-મિલન અને યોગ્ય પાત્રોની પસંદગી તથા તારવણી કરીને લિસ્ટ બનાવવું. (Selection, Match-making & Shortlisting)
(૩) સંપર્ક : એકબીજાનો સંપર્ક કરવો (Contact)
(૪) પરિચય : એકબીજા સાથે રૂબરૂ મુલાકાત, પરિચય અને વાતચીત. (Meeting)
(૫) પ્રાથમિક સંમતિ (Stage-1) : વિવાહ માટેની પ્રાથમિક સહમતી - સંમતિ અને વર-કન્યા બંને પક્ષ તરફથી મૌખિક રીતે પાકું કરવું (ગોળ-ધાણા ખાવા, એક પક્ષ બીજા પક્ષ ને સવા રૂપિયો આપે, અથવા, શ્રીફળ ભેટ) - માત્ર 2 પરિવાર વચ્ચે નક્કી કરવું. (Verbal Primary Agreement).
(૬) વિવાહ (Stage-2) : નજીક ના સગા-સંબંધીઓ તથા ગોર મહારાજ ની હાજરી મા ફરી વખત નક્કી કરવું. વિવાહ સંસ્કાર તથા રીતિ રિવાજ મુજબ બેઝિક ઔપચારિક પૂજા-વિધિ તથા આનંદ ઉજવણી. (Engagement & Ring Ceremony).
(૭) લગ્ન સંસ્કાર (Stage-3) : સામાજિક, આધ્યાત્મિક, ભૌતિક તથા સાર્વજનિક રીતે લગ્ન-ગ્રંથિ થી જોડાઈ જવું. આપણા ગોર મહારાજ, વેદોક્ત - શાસ્તરોક્ત પદ્ધતિથિ ફોર્મલ પૂજા - વિધિ કરશો તથા રીતિ રિવાજ મુજબ પ્રસંગ ઉજવણી. તથા વર-કન્યા એક સુખી - સમૃદ્ધ લગ્ન-જીવન પ્રાપ્ત કરવું.