177) 9-Points Checklist for a Wonderful Success in Vivah - લગ્ન - મેરેજ :

9-Points Checklist for a Wonderful Success in Vivah - લગ્ન - મેરેજ. 
~~~~~~~~~~~~~~~~
આજે આપણે જોઈશું વિવાહ - લગ્ન મા સારી સફળતા પ્રાપ્ત થાય, તે માટેનું મહત્વ ના 9-Points નું ચેકલીસ્ટ (Check-list) : 

✔️ (1) Design Good Biodata : સારો બાયોડેટા રેડી કરો. જેમાં બધી વિગતો હોય. ગુડલુકિંગ ફોટો હોય. 
✔️ (2) Biodata Registration : તમને જે સુયોગ્ય લાગે, વિશ્વાસપાત્ર લાગે, તેવી Reputed - Government Registerd - સુવ્યવસ્થિત બ્રાહ્મણ Vivah સંસ્થા ની વેબસાઈટ અથવા બુકલેટ મા તમારા ઉમેદવાર નું, તેમની ચોઈસ મુજબ, રેજીસ્ટ્રેશન કરાવો. Eg. BhudevNetwork Vivah.
✔️ (3) Check Website Biodata Regularly : વેબસાઈટ અથવા બુકલેટ મા મેચિંગ બાયોડેટા સતત ચૅક કરતા રહો. યોગ્ય પાત્ર ને સંપર્ક કરો. 
✔️ (4) Participate : ભુદેવ જીવનસાથી પરિચય સંમેલન મા regularly ભાગ લો. આ એક શુભ કાર્ય છે. જીવન નું જરૂરી કાર્ય છે. તો તેમાં આળસ ના કરો.
✔️ (5) Stage Intro : ભુદેવ જીવનસાથી સંમેલન મા પોતાનો સ્ટેજ પરિચય આપો. સ્ટેજ પરિચય આપવામા આળસ, અણગમો કે સંકોચ નહિ કરો.
✔️ (6) Contact : બુકલેટ લઈને મેચિંગ પ્રોફાઈલ ને કોન્ટેક્ટ કરો. આ કાર્ય મા પૂરતી મેહનત કરો. જે પ્રયત્ન અને મેહનત કરે છે, સફળતા તેમનેજ પ્રાપ્ત થાય છે. 
✔️ (7) Meeting : મિટિંગ નો આગ્રહ રાખો. મિટિંગ મા આળસ કે સંકોચ નહિ કરો. આ કાર્ય ને પૂરતો સમય આપો. આ કાર્ય પ્રત્યે સકારાત્મક અભિગમ રાખો. સફળતા ના મળે ત્યાં સુધી, પોતાનો પ્રયત્ન, મેહનત તથા ધીરજ ચાલુ રાખો. 
✔️ (8) Reply : એક બીજાને સમયસર સ્પષ્ટ વિનમ્રતા થી હા / ના અનુકૂળતા નથી, જેવો રિપ્લાય આપો. આ બાબતે કોઈ તમને જવાબ ના આપે તો નાસીપાસ થવાની બદલે , સકારાત્મક વિચાર રાખો. એવુ વિચારો કે સામે વાળા તમારા યોગ્ય છેજ નહિ. એટલેજ તેઓ યોગ્ય જવાબ પણ નથી આપતાં. તમારા માટે બીજું સારુ પાત્ર શોધો. તમે પોતે સામેવાળા ને reply કરો તો તમારું કાર્ય સારુ થાય. 
✔️ (9) Say Timely Yes : આનાથી વધુ સારુ, આનાથી વધુ સારુ, આ પ્રકાર ની રેસ મા ના પડો. પોતાની યોગ્યતા, જરૂરત, પોતાનો દેખાવ, પરિસ્થિતિ, ઉંમર, વગેરે ને ધ્યાન મા રાખી ને, યોગ્ય પાત્ર ને સમયસર વિવાહ માટે હા કહો, જીવન મા આગળ વધો. 

---- આભાર સહ અનેક શુભેચ્છાઓ 
ભુદેવ નેટવર્ક Vivah Team
(Amdavad & Vadodara)

Enquire Now