129) જનોઈ બદલવાની સંક્ષિપ્ત વિધિ. [ સંદર્ભ –ગુજરાતી પંચાંગ ]   જનોઈ બદલવાની સંક્ષિપ્ત વિધિ :

જનોઈ બદલવાની સંક્ષિપ્ત વિધિ.

[ સંદર્ભ –ગુજરાતી પંચાંગ ]  
જનોઈ બદલવાની સંક્ષિપ્ત વિધિ

સ્નાન કરી, ધોતી પહેરી, ખુલ્લા શરીરે પૂર્વ દિશામાં મુખ રહે એમ બેસવું અને 
નીચે બતાવ્યા પ્રમાણે જમણા હાથમાં જળ રાખીને સંકલ્પ કરવો 
[ ૧ ]  સંકલ્પ :  જમણા હાથમાં જળ રાખવું  અને નીચેનો સંકલ્પ બોલવો 

ૐ ર્વિષ્ણુ ર્વિષ્ણુ ર્વિષ્ણુ ... વિક્રમ સંવંત ૨૦૮૧ શિવ પ્રિય શ્રાવણ માસે શુકલ પક્ષે પૂનમ તિથૌ સોમવાસરે પ્રાતઃકાલે . . . (મનમાં પોતાના ગોત્રનું ઉચ્ચાર કરો)   અહમ  શ્રોત સ્માર્ત કર્માનુષ્ટાન સિધ્યર્થ નુત્તન યજ્ઞૉપવિત ધારણમ અહમ કરીષ્યે ..... 

આમ સંકલ્પ કરી જળ નીચે તરભાણામાં મૂકો.... 

[ ૨ ] ત્યારબાદ ડાબા હાથમાં જનોઈ રાખી – જમણા હાથના આંગળા વડે 
એના પર જળ છંટકાવ કરો અને નીચેનો મંત્ર બોલો 

ૐ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થામ ગતોપિ વા ।
યઃ સ્મરેતપુંડરીકાક્ષમ સ બાહયાભ્યંતરઃ શુચિ : ॥ 

[ ૩] ત્યારબાદ એના પર જમણા હાથની હથેળી ઢાંકી – ૧૦ ગાયત્રી મંત્ર બોલો 

[ ૪ ] ત્યારબાદ જમણો હાથ લઈ લ્યો અને ડાબા હાથમાં જે જનોઇ રહેલી છે 
એના પર જમણા હાથ વડે થોડા થોડા ચોખા દાણા  
- - આવહયામી સ્થાપયામી -- 
એ શબ્દો બોલાય ત્યારે મૂકતાં જાવ અને નીચેના મંત્રો બોલતા જાવ 

ૐ પ્રથમ તંતો  ૐકારાય નમઃ  ૐકારમ આવહયામી સ્થાપયામી 
ૐ દ્વિતીય તંતો અગ્નયે નમઃ  અગ્નિમ  આવહયામી સ્થાપયામી 
ૐ તૃતીય તંતો નાગેભ્યો નમઃ નાગમ આવહયામી સ્થાપયામી 
ૐ ચતુર્થ તંતો સોમાય નમઃ  સોમમ આવહયામી સ્થાપયામી 
ૐ પંચમ તંતો પિતૃભ્યો નમઃ   પિતૃન આવહયામી સ્થાપયામી 
ૐ ષષ્ઠમ તંતો પ્રજાપતયે નમઃ  પ્રજાપતિમ આવહયામી સ્થાપયામી 
ૐ સપ્તમ તંતો અનિલાય નમઃ   અનિલમ આવહયામી સ્થાપયામી 
ૐ અષ્ટમ તંતો યમાય નમઃ  યમામ આવહયામી સ્થાપયામી 
ૐ નવમ તંતો વિશ્વેભ્યો દેવેભ્યો નમઃ વિશ્વાન દેવાન આવહયામી સ્થાપયામી 
ગ્રંથિ મધ્યે બ્રહ્મા વિષ્ણુ રૂદ્રેભ્યો નમઃ  બ્રહ્મવિષ્ણુરુદ્રાન આવહયામી સ્થાપયામી 

[ ૫ ] ત્યારબાદ થોડાક ચંદન ચોખા ફૂલ જનોઈ પર પધરાવી નીચેનો મંત્ર બોલો 

આવાહિત યજ્ઞૉપવિત દેવતાભ્યો નમઃ  ગંધ અક્ષત પુષ્પાણી સમર્પયામિ .... 

[ ૬ ] ત્યારબાદ જનોઈને બે હાથના આંગળમાં ભરાવી હાથ ઊંચા કરી સૂર્યને બતાવો 
અને નીચેનો મંત્ર બોલી  ગળામાં માળાની જેમ જનોઈ પહેરો 
અને પછી જમણો હાથ જનોઈમાથી બહાર કાઢી 
ડાબા ખભા પર રહે એમ જનોઈ ધારણ કરી લ્યો 

ૐ યજ્ઞૉપવિતમ પરમં પવિત્રમ પ્રજાપતેર્યત્સહજં પુરસ્તાત । 
આયુષ્યમગરમ્ પ્રતિમુંચ શુભ્રમ યજ્ઞૉપવિતમ બલમસ્તુ તેજ ॥ 

[ ૭ ] નવી જનોઈ ધારણ થઈ જાય પછી 

સૂર્ય ને ત્રણ અર્ધ્ય આપવા  - ૐ સૂર્યાય નમઃ   ૐ રવિયે નમઃ   ૐ ભાસ્કરાય નમઃ 

[ ૮ ] ત્યારબાદ નીચેનો મંત્ર બોલી જૂની જનોઈ નો ત્યાગ કરવો 

એતાવાદિનપર્યંતમ બ્રહ્મત્વંધારીતંમયા  ।
જીર્ણત્વાત્વત્પરીત્યાગો ગચ્છ સૂત્ર યથા સુખમ ॥

જૂની જનોઈને નીચે મૂકી એના પર ફૂલ ચોખા મૂકવા 
પછી એ જનોઈ વહેતા જળમાં પધરાવી દેવી 

[ ૯ ] ત્યારબાદ જળની ચમચી ભરી રાખો 
જમણા હાથમાં અને નીચેનો સંકલ્પ કરવો 

નુત્તન યજ્ઞૉપવિત ધારણ નિમિતાંગ અમુક નામ 
જાપ સંખ્યાનામ ગાયત્રી મંત્ર અહમ કરીષ્યે 

[ નુત્તન જનોઈ ધારણ કર્યા નિમિત્તે યથા શક્તિ ગાયત્રી મંત્ર માળા કરવી ] 

“હરિ ૐ તત્ સત્ ગુરુદેવ દત્ત”
“ૐ નમો નારાયણ”
✍️અલ્પેશ કે.ભટ્ટ

Connect With Us

Vadodara (Sayajiganj) : 601, 602, 603, 604, 6th Floor, Galav Chambers, Dairy Den Circle, Sayajiganj, Vadodara - 390020 // M # 9099798986, 7990208986, 9081522111, 9099828986
Amdavad (Navrangpura): A-703, 7th Floor, Nar - Narayan Complex, Near Swastik Char Rasta, Opp. Side of Navrangpura Post office, Navrangpura, Amdavad - 380009. // M # 9499701462, 9016992328, 9099048986, 7990252977, 9099798986
Enquire Now