7 Golden Points to Follow :
(in profile search)
ભુદેવ નેટવર્ક -Vivah ના દરેક ઉમેદવાર કે પૅરેન્ટ્સ ને સામેથી સારો રિસ્પોન્સ મળે, અને કોઈને Vivah ગોઠવવા મા તકલીફ ના પડે, તે માટે, નીચે મુજબ 7 પોઈન્ટ્સ ને ધ્યાન થી વાંચીને ફોલો કરશો :
✔️ Biodata Send : એક બીજાનું *ભુદેવ મેમ્બર ID* જાણી લીધા પછી, એકબીજાને બાયોડેટા અને ફોટો અવશ્ય મોકલશો. સામેવાળા મને મોકલાવે પણ હું ના મોકલાવું, આવૉ Attitude કે આવો અક્ક્ડ અભિગમ નહિ રાખો.
✔️ Timely Answer આપશો : હા / ના / અનુકૂળતા નથી / વિચારવા માટે, કુંડળી મેચિંગ માટે, હજી થોડો સમય જોઈએ છે, વગેરે, જે હોય તે, તમારો જવાબ સામે પૅરેન્ટ્સ ને સ્પષ્ટ, નિઃસકોચ, વિનમ્રતા થી, સમયસર આપશો. સામેવાળા ને ખોટી ખોટી રાહ ના જોવડાવશો.
✔️ Gracefully Accept 'No' of Others : સામેવાળા તમને સ્પષ્ટ *ના* (No) કહે તો તેમના Decision ને માન આપીને આગળ વધો. તેમને બિનજરૂરી પ્રશ્નો પૂછીને, પ્રેશર આપીને, કે હેરાન કરીને તેમને ક્ષોભજનક સ્થિતિ મા નહિ મુકશો. જરા વિચારો, કે, જો તમને કોઈ 10 પાત્ર સામેથી કોન્ટેક્ટ કરશે તો શું તમે તે દસે દસ ને હા પાડશો ?? કે કોઈ એક ને હા પાડશો, અને બીજા 9 ને ના પાડશો ? તો જે રીતે તમને અમુક ને ના પાડવાનો અધિકાર છે, તેમ બીજાને પણ ઍ અધિકાર હોય કે નહિ ? જો તમે તેમની પસંદગી મા ખરા ઉતારશો તો અવશ્ય તે તમને હા પાડશે.
✔️ Show Respect : ફોન કે મેસેજ થી સામેવાળા નું insult કે અપમાન નહિ કરશો. બની શકે કે એમનાજ કોઈ સગા-સંબંધી નું તમારી સાથે થવાનું લખ્યું હોય. બીજા ગમે તેવું વર્તન કરે, તમે તો સારુંજ વર્તન કરો. પોતાની ઇમેજ ને Spoil ના થવા દો.
✔️ Meeting is Important : એક બીજાને સારી રીતે ઓળખવા માટે મિટિંગ અતિ આવશ્યક અને અનિવાર્ય છે. તો મિટિંગ નો ચોક્કસ આગ્રહ રાખો.
✔️ Biodata Check : સામે ઉમેદવાર નો બાયોડેટા પ્રોપરલી સ્ટડી કરીને પછીજ કોઈ નિર્ણય લો. કોઈને ખાલી ફોટો જોઈને No, No નહિ કહો. એવુ હોય તો સામેવાળા ને, બીજા 3-4 ફોટો મોકલો એવી Request કરો.
✔️ Timely Yes : પોતાનો દેખાવ, ઉંમર, યોગ્યતા, વગેરે હોય તે મુજબ સામે પાત્ર પાસેથી આશા - અપેક્ષા રાખો. આ જગત મા સર્વગુણ-સંપન્ન કોઈ નથી. અને, આપણે પોતે પણ નથી. તો પછી, આનાથી સારુ, વધુ સારુ, વધુ સારુ ની રેસ મા ના પડો. બધું વિચારીને સમયસર Yes નિર્ણય જરૂરી છે. જીવન મા આગળ વધો.
--- Best Wishes
BhudevNetworkVivah.com
NRI.BhudevNetworkVivah.com