નોંધ :
જે કેન્ડીડેટ કે પેરેન્ટ્સ ની બાયોડેટા પોસ્ટિંગ request અમને મળે, તેજ બાયોડેટા ને એડમીન team આ Premium ગ્રુપ મા પોસ્ટ કરશે.
* એડમીન team આ Premium ગ્રુપ મા માત્ર એજ બાયોડેટા પોસ્ટ કરે છે, જેમની બાયોડેટા પોસ્ટિંગ request અમને મળે છે.
* એડમીન team પોતાની મરજી થી કોઈ પણ કેન્ડીડેટ નો બાયોડેટા પોસ્ટ નથી કરતા.
* એનું કારણ એ છે કે, (1) અનેક કેન્ડીડેટ ની આજ ગ્રુપ ના બીજા મેમ્બર સાથે વાત ચાલુ હોય શકે છે, નક્કી જેવું હોઈ શકે છે, એમનો બાયોડેટા અમે, અમારી મરજી થી આ ગ્રુપ મા પોસ્ટ કરી દઈએ, તો સામેવાળા ને કેવું લાગશે?? (2) બીજું કે, અનેક કેન્ડીડેટ ના છેલ્લા 2-3 દિવસ મા કે, છેલ્લા 2-3 મહિના મા વિવાહ કે લગ્ન થઇ ગયા હોય, અને, કોઈ કારણસર અમને જાણ કરવાની રહી ગઈ હોય, એવુ પણ બને. અને અમે એમનો બાયોડેટા, અમારી મરજી થી પોસ્ટ કરી દઈએ તો શું થશે ? તમેજ વિચારો. (3) અનેક કેન્ડીડેટ ના જૂના બાયોડેટા અમારી પાસે હોય તેમાં અમુક વિગત મા ચેન્જીસ હોઈ શકે, કોઈને નવો ફોટો ઉમેરવો હોઈ શકે. વગેરે.
* તો આ બધા કારણો હોઈ શકે છે. એટલે અમારી team એજ બાયોડેટા પોસ્ટ કરશે જેમની request અમને મળશે, સાથે કેન્ડીડેટ પોતાનો લેટેસ્ટ બાયોડેટા ની વિગતો ચેક કરીને અમને મોકલે.
* આ બાબતે આપનો યોગ્ય સહયોગ ની અપેક્ષા સહ વિનંતી.