44) 3-6 months માં 100% Success in Vivah - લગ્ન મેળવવા હોય, તે માટેની Important Vivah Guidelines : 

(100% Success માટે, આ લેખ ને, શરૂવાત થી અંત સુધી ધીરજ ધરીને વાંચશો, Read કરશો, અને અમલ કરશો)

✔️ Design Good Biodata : શરૂવાત થીજ, લગ્નેચ્છુક ઉમેદવાર નો એક સારો Vivah બાયોડેટા બનાવો. જરૂરી વિગતો એમાં મુકો. સારા good-looking photos મુકો. તમે જેમ બીજા નો બાયોડેટા અને ફોટો સારો હોય તેવી આશા - અપેક્ષા રાખો છો, તેમ બીજા પણ તમારો બાયોડેટા - ફોટો સારો હોય તેવી આશા - અપેક્ષા રાખે છે, સામેવાળા પણ તમારા ફોટા અને બાયોડેટા નું મૂલ્યાંકન કરે છે. તેનું ધ્યાન રાખો. 

✔️ Biodata Registration :  સારી ગવર્નમેન્ટ રેજીસ્ટ્રેશન વાળી પ્રતિષ્ઠિત, વિશ્વાસપાત્ર બ્રાહ્મણ મેટ્રિમોની સંસ્થા ની બુકલેટ કે પછી વેબસાઈટ માં ઉમેદવાર નો બાયોડેટા રેજીસ્ટ્રેશન કરાવો. સારી સંસ્થા ના KYC Verified બાયોડેટા હોય તેમનોજ સંપર્ક કરવાનો આગ્રહ રાખો. આજના જમાના માં, અજાણ્યા-Free કે ફરતા-ફરતા આવેલા કે Unverified Biodata માં ચિટિંગ કે fraud થવાનો કે even લગ્ન પછી છુટા-છેડા થવાનો ભય અને ચાન્સ રહેલો છે. તેનું ખાસ ધ્યાન રાખો. થોડાક રૂપિયા બચાવવા માટે, આવા અજાણ્યા બાયોડેટા ઉપર બઉ ભરોસો ના રાખો. આપણા દિકરા કે દિકરી નું જીવન બનાવવા માટે સારી પ્રતિષ્ઠિત સ્કૂલ, સારી મોંઘી કોલેજ, મોંઘુ વિદેશ ભણતર, સારી હેલ્થ-કેર સર્વિસ આપણે લઈએ છે, તો પછી દિકરા - દિકરી ના જીવનસાથી શોધવા માટે તમને જે યોગ્ય લાગે તેવી, સારી પ્રતિષ્ઠિત, જાણીતી - બ્રાહ્મણ મેટ્રિમોનિઅલ સંસ્થા ની સર્વિસ કે મદદ નો અવશ્ય ઉપયોગ કરો, તેમની expertise નો લાભ લો. સારી પ્રતિષ્ઠિત સ્કૂલ - કોલેજ માંથી પાસ થયાં પછી જેમ આપણા દિકરા કે દિકરી ને સારી જોબ મળી જાય છે, Career set થઇ જાય છે, તેમજ સારી બ્રાહ્મણ મેટ્રિમોની સંસ્થા માં બાયોડેટા રેજીસ્ટ્રેશન કરાવ્યા પછી, તેમની guidelines ફોલો કરીયે, સારી મેહનત કરીયે તો ચોક્કસ સારુ પાત્ર જીવનસાથી મળેજ છે. વિશ્વાસ રાખો. 

✔️ Give Time & Focus : જે પણ કાર્ય જેટલું વધુ Difficult હોય , અને ચોઈસ પ્રમાણે આપણને તેમાં સારુ Result પણ જોઈતું હોય, તો, તેમાં, સ્વાભાવિક રીતે વધુ સમય , વધુ મેહનત અને વધુ ધ્યાન આપવુંજ પડે છે. એટલે, Daily આપણી વેબસાઈટ કે બુકલેટ કે Premium WhatsApp Groups મા બાયોડેટા જોવો. પોતાની ચોઈસ પ્રમાણે Shortlist કરો. છેવટે, ઉમેદવાર એ પોતે પસંદગી કરવાની, ઉમેદવાર એ પોતે ફેરા ફરવાના છે, પોતેજ એકબીજા સાથે આખુ જીવન વિતાવવા નું છે. તો ઉમેદવાર નેજ જાતે પૂરતી સમયસર મેહનત કરવા માટે પ્રોત્સાહિત કરો. મારાં દિકરા કે દિકરી ને time જ નથી એવો excuse કે નકારાત્મક અભિગમ ના રાખો. ઉમેદવાર ના ગમતા profiles ને સામેથી સંપર્ક કરશો. 8-10 પાત્ર એ તમને જવાબ ના આપ્યો કે પછી તમને ના પાડી, એટલે નાસીપાસ ના થઇ જાવ. સફળતા ના મળે ત્યાં સુધી, શાંતિથી ધીરજ રાખો અને વધુ પ્રયત્ન - મેહનત કરો. જીવન ની આટલી મોટી બાબત માં, મેહનત અને સાકારાત્મક અભિગમ વગર કોઈને કશું મળી શકતું નથી. ભાગ્ય ઉપર મદાર રાખીને આમ બેસી ના રહેવાય. એક - એક મહિનો, એક - એક વર્ષ વીતી રહ્યું છે. જીવન માં સમયસર જાગો. 

✔️ Bhudev Jivansathi Sammelan & Meetings :  દરેક ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન મા રસ લઈને સારા ઉત્સાહ થી ભાગ લો અને, ખાસ ....
* બુકલેટ માં, ઉમેદવાર નો બાયોડેટા સમયસર રેજીસ્ટ્રેશન કરાવો . 
* સમયસર ભૂદેવ જીવનસાથી સંમેલન મા રૂબરૂ આવીને ભાગ લો, આળસ કે સંકોચ નહિ કરો.
* સ્ટેજ ઉપર આવીને પોતાનો પરિચય આપો, બીજાના પરિચય ને ધ્યાન આપો. સ્ટેજ ઉપર, પોતાના મૌલીક વિચારો - પોતાનો કોન્ફિડેન્સ - પોતાનો આત્મવિશ્વાસ બતાવો. બીજા ઉમેદવારો ના વિચારો અને આત્મવિશ્વાસ પણ જોવો.
* સ્થળ ઉપર રૂબરૂ આવીને , સંકોચ વગર યોગ્ય પાત્ર ને સંપર્ક કરો, મિટિંગ કરો.
* યોગ્ય લાગે તો સામ-સામે વાતચીત આગળ વધારો. જીવન નું આ શુભ કાર્ય છે. શરમ - સંકોચ કે આળસ નહિ કરો.

✔️ Timely Decision : બધું અનુકૂળ હોય તો, સમયસર સકારાત્મક નિર્ણય લો. વધુ સારુ, વધુ કમાતું, વધુ પૈસાદાર, વધુ ભણેલું, વધુ દેખાવડું પાત્ર મળે, તોજ હા પાડુ , તેવી જીદ કરીને - બિન જરૂરી delay ના કરો. સારુ, સંસ્કારી, સમજુ પાત્ર હોય, તો અમુક ભૌતિક (materialistic) બાબતો માં, થોડું let-go કરીને પણ vivah કરો. વ્યક્તિ નો સારો દેખાવ કાયમ નથી રહેવાનો..  છેવટે વૈવાહીક-જીવન ને સુખ - શાંતિથી જીવવા માટે મનમેળ, સાચી સમજશક્તિ let-go ભાવના, અંને સારા સંસ્કાર ની જરૂર પડે છે. આ વાત ધ્યાન માં રાખીને સમયસર નિર્ણય લો, નહિ તો, તમારી ઉંમર વધી જશે. પછી, મોટી ઉંમરે, વધુ ભૌતિક અને બીજી બાબતો માં let-go કરવું પડશે. 25 - 40 વર્ષ લગ્ન-જીવન, ઘર સંસાર અને બાળકો ના ઉછેર કરવાની એકદમ યોગ્ય ઉંમર ગણાય. 40-45 વર્ષ પછી જીવન માં આપણા બાળકો પ્રત્યે ની મોટી જવાબદારીઓ આવે છે અને 50 પછી આપણું જીવન વૃધવસ્થા તરફ પ્રયાણ કરે છે. 

✔️ Vivah - Yes or No ? : જો ખરેખર vivah કરવાનોજ હોય, તો પછી, આ બાબતે, પોતાના વિચાર માં સ્પષ્ટતા અને સકારાત્મક અભિગમ રાખો, યોગ્ય ઉંમર વીતી જાય તે પહેલા, vivah-લગ્ન વિષય ને જીવન માં સમયસર No.1 પ્રાધન્ય (priority) આપો અને સમયસર તન, મન, ધન થી,  પ્રયત્ન અને મેહનત કરી લો.. સમયસર Decision લઇ લેવો સારો, નહિ તો મોટી ઉંમર થઇ જશે. પછી એજ તન, મન, ધન પણ તમારા કામ મા નહિ આવે. જીવન માં, એક સારો જીવનસાથી નહિ હોય, તો તમારું સામાજિક લગ્ન-જીવન પણ નહિ હોય, બાળકો પણ નહિ હોય, અને આમ, ફેમિલી - ઘર-સંસાર વગર તમારા જીવન માં સારી હેલ્થ, જોબ - બિઝનેસ, ગાડી, બંગલો, પૈસા, પ્રોપર્ટી, મિત્ર - સગા - સંબંધી, વગેરે, બધુજ હશે, છતાં પણ જીવનસાથી અને બાળકો વગર, તમને, તમારું જીવન નિરસ લાગશે. જીવન માં, બધું નકામું લાગશે. એટલે vivah માટે જીવન માં, સમયસર જાગો. 

અમદાવાદ & વડોદરા - ભૂદેવ નેટવર્ક team તરફથી, દરેક ઉમેદવાર ને અનેક શુભેચ્છા,  Best Wishes ✨✨

BhudevNetworkVivah.com
NRI.BhudevNetworkVivah.com

Connect With Us

Vadodara (Sayajiganj) : 601, 602, 603, 604, 6th Floor, Galav Chambers, Dairy Den Circle, Sayajiganj, Vadodara - 390020 // M # 9099798986, 7990208986, 9081522111, 9099828986
Amdavad (Navrangpura): A-703, 7th Floor, Nar - Narayan Complex, Near Swastik Char Rasta, Opp. Side of Navrangpura Post office, Navrangpura, Amdavad - 380009. // M # 9499701462, 9016992328, 9099048986, 7990252977, 9099798986
Enquire Now